• Call: 02797251517
  • Mail:maheshrmehta@yahoo.com

Our Events


OurEvents

શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ-ચલાલા દ્વારા દર વર્ષે 51 થી 100 જેટલા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગરીબ તથા જરૂરિયાતમંદ દીકરીઓના હાથ પીળા કરવામાં આવે છે અને 130 ઉપરાંત વસ્તુઓ કરિયાવર રૂપે ભેટમાં આપવામાં આવે છે.


રક્તદાન એટલે સાચા અર્થમાં જીવનદાન. અને કોઈને જીવનદાન આપવામાં મદદરૂપ થવું તે જીવનની મોટામાં મોટી સફળતા છે. રક્તદાન દ્વારા અન્યને જીવનદાન આપવામાં જ માનવતાની સાર્થકતા સમાયેલી છે.


નિત્યયજ્ઞ દ્રારા કરાતી દિવસ કાર્યની શરૂઆત.


ડે સ્કૂલ તથા હોસ્ટેલમાં બાળકોને ઘર જેવું જ ભોજન તથા નાસ્તો.


બાળકોના અભ્યાસ પ્રગતિ માટે વિચાર વિમર્શ કરી રહેલ સંસ્થાના વડા શ્રી રતિદાદા તથા સ્ટાફ ગણ.


ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા આપી રહેલ શાળાના બાળકો.


સ્વામી વિવેકાનંદ જ્યંતી (યુવા દિન ) ની મશાલ રેલી દ્રારા શાનદાર ઉજવણી.


સ્વાતંત્ર પર્વ ની શાનદાર ઉજવણી


સંસ્થા દ્રારા સંચાલિત માતા-પિતાનું ઘર (વૃધ્ધાશ્રમ) માં આનંદથી રહેતા વૃધ્ધા.


ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં 19 અનાથ બાળકોનો અભ્યાસ સાથે વિનામૂલ્યે ઉછેર.


દર મહિનાના બીજા બુધવારે નેત્રયજ્ઞ દ્રારા વિનામૂલ્યે કરાતા મોતિયાના ઓપરેશનો.


શ્રી રામ હોસ્પિટલમાં દાંત વિભાગમાં વિનામૂલ્યે કરાતી દર્દીઓની સારવાર.


દર મહિને આયુર્વેદિક કેમ્પ દ્રારા અનેક દર્દીઓને વિના મુલ્યે દવા આપવામાં આવે છે.


શ્રીરામ હોસ્પિટલમાં આંખ વિભાગમાં કમ્પ્યુટર દ્રારા વનામૂલ્યે કરાતી દર્દીઓની તપાસ.


પક્ષીઓને દરરોજ 10 કિલો ચણ નાખવામાં આવે છે.


શ્રી કૃષ્ણ ગૌશાળા માં ગંગા, યમુના, સરસ્વતી તથા કામધેનુ ગીર ગાયોનો સેવા સાથે ઉછેર.


કડકડતી ઠંડીમાં નિરાધાર તથા જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ.


વિવિધ તહેવારોમાં ગરીબ જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ વિતરણ.